'RISHEY' ના માધ્યમથી એક સમુદાય બનાવવાની માર્ગ પર
NJ ચેરિટેબલ ફાઉંડેશનની સ્થાપના NJ ગ્રુપ દ્વારા RISHEY - જવાબદાર (Responsible), સ્વતંત્ર (Independent), આત્મનિર્ભર (Self-Reliant), ઈમાનદાર (Honest) અને સમ્માનિત યુવાનો (Esteemed Youth) ની એક સમુદાય બનાવવાની દૃષ્ટિથી કરવામાં આવી હતી. દૃઢતા અને મહાન લોકો અને પરિસ્થિતિઓમાંથી પ્રેરણા લેતા, અમે તે બાળકોની સહાયતા કરવા માટે આગળ આવ્યા છે, જે આવતા સમયના નાગરિક છે, અમે તેમને ટેકનોલૉજીથી સજ્જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરીને તેમની શિક્ષણ યાત્રાને સરળ બનાવવા માટે સહાયતા કરીએ છીએ. અમે વિધાર્થીઓના સમગ્ર વિકાસને ધ્યાનમાં રાખી, ઇંટર-સ્કૂલ ક્વિઝ, પેઇંટિંગ સ્પર્ધા, સાયન્સ ફેર, સ્પોર્ટ્સ ડે, ફેસ્ટિવલ સેલિબ્રેશન વગેરે જેવા અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ.
JEE/NEET, CA/CS અને અન્ય પ્રતિસ્પર્ધી પરીક્ષાઓ માટે NJ ચેરિટેબલ ફાઉંડેશન (NJCF) કરિયર ગાઇડેંસ, સ્ટડી-પ્લાનિંગ, સ્ટડી મટેરિયલ પ્રદાન કરે છે. NJCF એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ માટે વિભિન્ન કક્ષાઓ અને વિષયો ઊપર વીડિયો, પ્રેક્ટિસ ટેસ્ટ અને રિપોર્ટ ફેસિલિટી સાથે એક લર્નિંગ ડેશબોર્ડ બનાવ્યો છે. આ મટેરિયલ ગુજરાત કાઉંસિલ ઑફ એજ્યુકેશનલ રીસર્ચ એંડ ટ્રેનિંગ (GCERT) દ્વારા સર્ટિફાઇડ છે અને આ GCERT-ડિજિટલ ડેસ્ક પર પણ ઉપલબ્ધ છે. NJCF એ અલગ-અલગ ડોમેંસમાં 2042 કોર્સેસ પર માહિતી તૈયાર કરી છે અને કૉલેજ પ્રેડિક્ટર પણ બનાવ્યો છે, જે એસ્પિરંટ્સને રેંક રેંજ અને ટ્રેંડ એનાલિસિસ વિશે માહિતી આપવામાં સહાયતા કરે છે.