up
ગ્રુપની વેબસાઇટ્સ

આપનું સ્વાગત છે

વિશ્વાસ પર બનેલ વ્યવસાય

  • NJ GROUP
    1994
    થી વિશ્વસનીય
  • NJ GROUP
    2339
    કર્મચારીઓ

નવી ઊંચાઈએ પહોંચવા માટે પાયો મજબૂત હોવો જોઈએ.

છેલ્લા 30 વર્ષોમાં, NJ ગ્રુપે નવી શોધો, વિકાસ અને પરિવર્તનની માર્ગે મુસાફરી કરતા, ફાઇનેંશિયલ સર્વિસેસ ઉદ્યોગમાં પોતાનો સન્માનભર્યો એક અલગ સ્થાન બનાવ્યું છે. આ સંસ્થા આજે પણ લોકોને ઉત્કૃષ્ટ સેવાઓ આપવા માટે પ્રતિબદ્ધ છે અને આ પ્રતિબદ્ધતાના પાયા પર ટકી રહી છે.


એક વારસો.
એક દૃષ્ટિકોણ.

NJ ગ્રુપની આધારશિલા ગુજરાત (ભારત)ના સુરત શહેરમાં રાખી ગઈ, પરંતુ વર્તમાનમાં તેની ઉપસ્થિતિ ભારતભરમાં છે. આજના સમયમાં NJ ગ્રુપને ભારતીય ફાઇનેંશિયલ સર્વિસેસ ઉદ્યોગમાં ટોચના પ્લેયર્સમાંની એક ગણવામાં આવે છે. આ મુસાફરીની શરૂઆત 1994માં ફાઇનેંશિયલ સર્વિસેસ ઉદ્યોગમાં રોકાણકારોની જરૂરિયાતોને પૂરી કરવા માટેની એક ફ્લેગશિપ કંપની NJ ઇંડિયા ઈન્વેસ્ટ પ્રાઇવેટ લિમિટેડ ની સ્થાપનાથી થઈ. વિવિધ B2C સર્વિસેસમાં નવી પહેલાઓના માર્ગે આ મુસાફરી આગળ વધતી ગઈ અને વર્ષ 2003માં NJ વેલ્થ - ફાઇનેંશિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યૂટર નેટવર્કની સ્થાપના કરવામાં આવી. આજ ના દિવસે NJ વેલ્થ 2,37,736 કરોડથી વધુ AUM (એસેટ અંડર મેનેજમેંટ) સાથે ભારત ના ફાઇનેંશિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યૂટર્સમાંના સૌથી મોટા નેટવર્કમાંના એક છે.
ગત વર્ષોમાં, NJ ગ્રુપે અન્ય બિઝનેસોમાં પ્રવેશ કર્યો છે અને આજે ફાઇનેંશિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યૂશનથી લઈને એસેટ મેનેજમેંટ, ઇંશ્યોરેંસ બ્રોકિંગ, એનબીએફસી (NBFC), ટ્રેનિંગ અને ડેવલપમેંટ, ટેક્નોલોજી, એફએમસીજી (FMCG) જેવા બિઝનેસોમાં પોતાની હાજરી નોંધાવી છે. ફાઇનેંશિયલ સર્વિસેસમાં અમારા સમૃદ્ધ અનુભવ, અમારી કાર્યાન્વયનની અદ્વિતીય ક્ષમતા, મજબૂત પ્રક્રિયાઓ અને સિસ્ટમ ઓરિએંટેશન અમને અમારા બિઝનેસને વિકાસના માર્ગે નવી ઊંચાઈયો પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવે છે.
દૃષ્ટિકોણ
અમારું લક્ષ્ય એવા બિઝનેસોમાં અગ્રણી બનવાનું છે કે જે ગ્રાહક સંતોષ, શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને તમામ સ્ટેકહોલ્ડર્સ માટે સતત મૂલ્ય સર્જનાના નિશ્ચય દ્વારા સંચાલિત હોય.
મિશન
  • જવાબદાર બિઝનેસ પહેલો દ્વારા ફાઇનેંશિયલ સાક્ષરતા, ઇંક્લૂઝન (સમાવેશન) અને સશક્તિકરણ.
  • મૌલિક સમસ્યાઓને ઉકેલવા અને તેના પ્રભાવને લાંબા ગાળા સુધી જાણવવા માટે ઇનોવેટિવ સૉલ્યૂશંસ પ્રદાન કરવું.
  • લોકોમાં નિવેશ કરીને સહયોગી સંસ્કૃતિનું નિર્માણ કરવું, જેથી તેઓ વિકાસના પથ પર હંમેશા આગળ વધી શકે.
  • સમાજને સમૃદ્ધ બનાવવામાં અને સકારાત્મક સામાજિક પ્રભાવની દિશામાં કામ કરવામાં મદદ કરવું.

ગ્રુપની ફિલોસૉફી

અમારા માટે સૌથી મહત્વનું છે, હંમેશા એ કરવું જે ‘સાચું’ છે. ઘણીવાર સફળતા અને નિષ્ફળતા
વચ્ચેનો અંતર જ્ઞાન અને કુશળતા દ્વારા નક્કી નથી થતો, પરંતુ આના સાચા ઉપયોગ અને સતત પ્રયત્નો દ્વારા નક્કી થાય છે.
જ્યારે ગ્રાહકો માટે મૂલ્ય સર્જન કરવાની વાત આવે છે, ત્યારે આ એવી વસ્તુ છે
જેના માટે અમે અમારી તમામ ક્ષમતા અને દૃઢતાથી પ્રયત્ન કરીએ છીએ અને અમારા ગ્રાહકોની
અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે સતત, લૉન્ગ ટર્મના સુધારા અને વેલ્યૂ-એડિશન પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
પહેલ અને વ્યવસાયો